હું શોધું છું

હોમ  |

પોલીસ દળમાં ભરતી
Rating :  Star Star Star Star Star   

પોલીસ  દળમાં ભરતીઃ-

·         પોલીસ ખાતામાં ચાર સ્‍તરે રિક્રુટમેન્‍ટ (ભરતી) કરવામાં આવે છે. તે ચાર સ્‍તરો તેમજ તેમના માટે ઓછામાં ઓછી લાયકાત કરનાર સંસ્‍થાનું નામ નીચે પ્રમાણે છે.

·         આઇ.પી.એસ. યુ.પી.એસ.સી. ધ્‍વારા સ્‍નાતર

·         જી.પી.એસ. જી.પી.એસ.સી. ધ્‍વારા સ્‍નાતર

·         સહાયક પી.એસ.આઇ. માન્‍ય યુનિવર્સિટી/સમકક્ષ સંસ્‍થાની સ્‍નાતક ડીગ્રી.

·         લોકરક્ષક ધોરણ-૧ર (ઉ.મા.શાળા પ્રમાણપત્ર) અથવા માન્‍ય સમકક્ષ ડીગ્રી

 

ગુજરાત પોલીસ, ગાંધીનગર. ભરતી માટેની જાહેરાત વર્તમાન પત્રમાં આપવામાં આવે છે. ભરતી વખતે ઉમેદવારની શારીરિક તેમજ બૌધ્ધિક કૌશલ્યની કસોટી લેવામાં આવે છે.

 

ઉમેદવારો માટે શારીરિક ધોરણો નીચે પ્રમાણે રહેશે.

(આ તમામ જગ્‍યાઓ માટે નીચેના શારીરિક ધોરણો ઉમેદવારો સંતોષતા હોવા જોઇએ.)

ઉંચાઇ

(ક)

પુરુષ ઉમેદવારો

લધુત્‍તમ-૧૬ર સે.મી.

મૂળ ગુજરાતના અનુ.જ.જાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે

 

(ખ)

પુરુષ ઉમેદવારો

લધુત્‍તમ-૧૬ર સે.મી.

મુળ ગુજરાતના અનુ.જ.જાતિના ઉમેદવારો માટે

 

(ગ)

મહિલા ઉમેદવારો

લધુત્‍તમ-૧૬૦ સે.મી.

મુળ ગુજરાતના અનુ.જ.જાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે

 

(ઘ)

મહિલા ઉમેદવારો

લધુત્‍તમ-૧પ૮ સે.મી.

મુળ ગુજરાતના અનુ.જ.જાતિના ઉમેદવારો માટે

 

છાતી

ફકત પુરુષ ઉમેદવારો (તમામ) માટે જરૂરી

 

ફુલાવ્‍યા વગરની     ૭૯  સે.મી.   ફુલાવેલી    ૮૪ સે.મી.

વજન

ફકત મહિલા ઉમેદવારો (તમામ) માટે જરૂરી  ૪૦ કિ.ગ્રા. લધુત્‍તમ હોવું જરૂરી.

 

તમામ ઉમેદવારો માટે સૌ પ્રથમ એક સંયુકત શારિરીક કસોટી યોજાશે.

તમામ જગ્‍યાઓ માટે નીચે પ્રમાણે એક જ સંયુકત શારિરીક કસોટી યોજાશે.

દોડ

પુરુષ

(ક)

(૧) ૮૦૦ મીટર દોડ

(૧) ૩ મીનીટ અને ૧૦ સેકન્‍ડમાં (આ દોડ નિયમાનુસાર પુરી કરનાર પુરુષ ઉમેદવાર જ પ કિ.મી. દોડમાં ભાગ લેશે.

(ર) પ કિ.મી.

(ર) વધુમાં વધુ રપ મિનિટમાં

 

મહિલા

(ખ)

૧૬૦૦ મીટર

વધુમાં વધુ ૯ મિનિટમાં

 

એકસ સર્વિસ મેન

(ગ)

ર૪૦૦ મીટર

વધુમાં વધુ ૧ર મિનિટ ૩૦ સેકન્‍ડમાં

 

શારિરિક કસોટી કવોલીફાંઇગ ટેસ્‍ટ છે. તેમાં કોઇ પણ ગુણ અપાશે નહીં.

લેખિત પરીક્ષાઃ-

(એ) કોન્‍સ્‍ટેબલ કક્ષાની જગ્‍યાઓ માટે

આ લેખિત પરીક્ષા ૧૦૦ માર્કસના એક હેતુલક્ષી (ઓબ્‍જેકિટવ) પ્રશ્‍નપત્રમાં લેવાશે. સમય એક કલાકનો રહેશે. સામાન્‍ય જ્ઞાનને લગતા આ પ્રશ્‍નપત્રમાં સામાન્‍ય જ્ઞાન,વર્તમાન પ્રવાહો, મનોવિજ્ઞાન,ઇતિહાસ,ભૂગોળ, સમાજ શાસ્‍ત્ર, વિજ્ઞાન તેમજ ભારતનું બંધારણ, ઇન્‍ડીયન પીનલ કોડ, સી.આર.પી.સી. અને ભારતીય પુરાવા કાયદાને લગતા પ્રાથમિક પ્રકારના પ્રશ્‍નો આવરી લેવાશે.

 

(બી) પી.એસ.આઇ. કક્ષાની જગ્‍યા માટે

ચાર પ્રશ્‍નપત્રોની હેતુલક્ષી (ઓબ્‍જેકિટવ) ટાઇપ પરીક્ષા નીચે પ્રમાણે રહેશે.

 

પ્રશ્‍નપત્ર-૧

ગુજરાતી ભાષા કુલઃ ૭પ ગુણ સમય-ર કલાક હેતુલક્ષી (ઓબ્‍જેકિટવ) ટાઇપ

 

પ્રશ્‍નપત્ર-ર

અંગેજી ભાષા કુલઃ ૭પ ગુણ સમય-ર કલાક હેતુલક્ષી (ઓબ્‍જેકિટવ) ટાઇપ

પ્રશ્‍નપત્ર-૧ અને પ્રશ્‍નપત્ર-ર માં પ્રશ્‍નો વ્‍યાકરણ, શબ્‍દો, રૂઢીપ્રયોગો, શબ્‍દ કોષ, કોમ્‍પ્રીહેન્‍શન વિગેરેનો સમાવેશ થશે. 

 

પ્રશ્‍નપત્ર-૩

સામાન્‍ય જ્ઞાન (વર્તમાન પ્રવાહો અને મનોવૈજ્ઞાનિક બાબતો)

 

 

હેતુલક્ષી (ઓબ્‍જેકિટવ) કસોટી ૧૦૦ ગુણ સમય-ર કલાક

 

પ્રશ્‍નપત્ર-૪

કાયદાકીય બાબતો હેતુલક્ષી (ઓબ્‍જેકિટવ કસોટી) ૧૦૦ ગુણ સમય-ર કલાક હશે.

 

 

આ પ્રશ્‍નપત્રમાં નીચેના કાયદાને લગતા સામાન્‍ય જ્ઞાનના પ્રશ્‍નો પુછવામાં આવશે.

(૧) ભારણનું બંધારણ (ર) ક્રીમીનલ પ્રોસીજર કોડ-૧૯૭૩ (૩) ઇન્‍ડીયન પીનલ કોડ- ૧૮૬૦ (૪)એવીડન્‍સ એકટ-૧૮૭ર (પ) ગુજરાત પોલીસ એકટ-૧૯પ૧ (૬)ગુજરાત પ્રોહીબીશન એકટ-૧૯૪૯ (૭) ભ્રષ્‍ટાચાર નાબૂદી અધિનિયમ-૧૯૮૮ (૮) અનુ.જાતિ/અનુ.જનજાતિ (અત્‍યાચાર નિવારણ ધારો-૧૯૮૯ (૯) મોટર વાહન અધિનિયમ-૧૯૮૮.

 

લેખીત પરીક્ષામાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોનું પ૦ (પચ્‍ચાસ) ગુણનું મૌખિક ઇન્‍ટરવ્‍યું લેવામાં આવશે.

એન.સી.સી. (સી સર્ટીફિકેટ) ધરાવનારને વધારાના ર(બે) ગુણ અને રક્ષા શકિત યુનિવર્સિટીનાં ડિપ્‍લોમાં/ ડીગ્રી ધરાવનારને વધારાના ગુણ નિયમોનુસાર આપવામાં આવશે.

વયમર્યાદાઃ-

·         સીધી ભરતીનાં સહાયક પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર માટે ૧૮ થી રપ વર્ષ સુધી

·         (ઉપર દર્શાવેલ વય મર્યાદામાં અનુ.જાતિ/અનુ.જનજાતિ/શા. અને શૈ.પછાત વર્ગનાં ઉમેદવારોને તથા મહિલા ઉમેદવારોને નિયમાનુસાર વધુ પ વર્ષની છુટ મળવાપાત્ર છે. એક્ષ સર્વિસ મેનને નિયમાનુસાર વયમાં છૂટ મળશે. અનામતનો લાભ ગુજરાત રાજયના અનુ.જાતિ/અનુ.જનજાતિ/શા.અને શૈ. પછાત વર્ગનાં ઉમેદવારો માટે જ રહેશે.

 

 


 આપની સેવામાં

પોલીસ સ્ટેશન શોધો
માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
નાગરિકત્‍વ
ભારતીય પાસપોર્ટ

પોલીસ કિલયરન્સ સર્ટિફિકેટ માટેના
હક્ક

વિદેશ જવા માટે "નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ"ના હક્ક
જાણવા જોગ
જાણવા જોગ
આપના પ્ર‍શ્ર્નો � અમારા ઉત્તર
જાહેર માહિતી અધિકારી
પ્રાઈવેટ સિક્યુરિટી એજન્સી લાઈસન્સ બાબત
તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩
 

 સંપર્ક માળખું

  વિગતવાર જુઓ 

  ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 12-07-2012
s