ગુજરાત પોલીસ
http://www.police.gujarat.gov.in

નાગરિકત્વ

5/25/2022 2:34:51 PM

નાગરિક્ત્વ

ભારતીય નાગરિક્ત્વ મેળવવા બાબતઃ

ભારતનું નાગરિક્ત્વ મેળવવા ઇચ્છતા વિદેશી નાગરિક ભારતમાં સતત સાત વર્ષ સુધીના રોકાણ પછી ભારતનું નાગરિક્ત્વ મેળવવા હક્કદાર થાય છે. જે વિદેશીએ સતત સાત વર્ષ સુધી ભારતમાં રોકાણ કર્યું હોય તે વિદેશી જે જિલ્લામાં રહેતા હોય તે જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી તેમને લાગુ પડતી ભારતીય નાગરિક્ત્વ ધારાની કલમ પ(૧) હેઠળ જુદી જુદી પેટાકલમ પ્રમાણે ભારતનું નાગરિક્ત્વ મેળવવા માટેની અરજી કરવાની હોય છે. જેમ કે,

  • મૂળ ભારતીય નાગરિક હોય તો તે ભારતીય નાગરિક ધારાની કલમ પ(૧) (એ) હેઠળ અરજી કરી શકે છે.

  • જે વિદેશીએ ભારતીય નાગરિક સાથે લગ્ન કર્યાં હોય અને તેમને ભારતનું નાગરિક્ત્વ જોઈતું હોય તો તેઓ ભારતીય નાગરિક્ત્વ ધારાની કલમ પ (૧)(સી) હેઠળ અરજી કરી શકે છે.

  • જે નાગરિક આઝાદી પહેલાં મ્યાનમારમાં (બર્મા) ગયા હોય તેઓ ભારતનું નાગરિક્ત્વ મેળવવા અરજી ભારતીય નાગરિક્ત્વ ધારાની કલમ પ(૧)(૧) બી હેઠળ કરી શકે છે.

  • તેમ જ વિદેશી સગીર હોય તો ભારતીય નાગરિક્ત્વ ધારાની કલમ પ(૧)(ડી) હેઠળ અરજી કરવાની રહે છે.

  • મૂળ ભારતીય ન હોય તેવા વિદેશી માટે સિટિજનશિપ ૬(૧) (ન) જેમાં વિદેશીઓનો સળંગ વસવાટ ૧૦ વર્ષનો હોવો જોઈએ.

ભારતીય નાગરિક્ત્વ મેળવવા અંગેની દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મેળવી ભારત સરકારના ગૃહમંત્રાલયમાં મોકલ્યા બાદ ભારત સરકાર તરફથી તેમનું ભારતીય નાગરિક્ત્વ પ્રમાણપત્ર રાજ્ય સરકારને મોકલી આપવામાં આવે છે. જે અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ તેમ જ અરજદારને જાણ કરી અત્રેથી રૂબરૂમાં લઈ જવા માટે જણાવવામાં આવે છે અથવા ટપાલ મોકલવામાં આવે છે.

ભારત સરકાર દ્વારા ભારતીય પાસપોર્ટ સરળતાથી મળી રહે તે માટે પાસપોર્ટ સેવાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. અને તમામ પોલીસ અધીક્ષકશ્રીની કચેરી દ્વારા (અમદાવાદ, સુરત શહેર સિવાય) પાસપોર્ટ અરજી સ્વીકારવામાં આવે છે અને મળેલ પાસપોર્ટ અરજી અને નિકાલ કરેલ પાસપોર્ટ અરજીની નોંધ / માહિતી આ શાખા દ્વારા મેળવવામાં આવે છે.