હું શોધું છું

હોમ  |

રીક્ષા ચાલક માટેના સુચનો
Rating :  Star Star Star Star Star   

રીક્ષા ચાલક માટેના સુચનો :

  • લાયસન્સ તથા બેઝ વગર રીક્ષા ચલાવવી નહીં ડ્રઈવીંગ લાયસન્સ, રીક્ષાના દસ્તાવેજ અને પી.યુ.સી.પ્રમાણપત્ર હંમેશા સાથે રાખવા.
  • રીક્ષા ચાલકોએ બેઝ હંમેશા લગાવી રાખવો.
  • ટ્રાઈવરશીટ ઉપર કે ભયજનક રીતે પેસેન્જર કોઈપણ સંજોગોમાં બેસાડવા નહી.
  • પેસેન્જર બેસાડતી વખતે કે ઉતારતી વખતે રીક્ષાને રોડની સાઈડ ઉપર ઉભી રાખવી.
  • રીક્ષા સ્ટેન્ડ સિવાય ગમે ત્યાં કે રોડ ઉપર ટ્રાફીકને અડચણરૂપ બને એ રીતે રીક્ષા ઉભી રાખવી નહી.
  • પેસેન્જર સાથે હંમેશા નમ્રતાભર્યુ વર્તન રાખવું અને નશીલા પદાથોર્નું સેવન કરી વાહન ચલાવવું નહી.
  • પ્રદુષણ ફેલાવતા પ્રતિબંધિત બળતણ (Fuel)એટિલે કે નેપ્થા, કેરોસીન વિગેરે વાપરવા નહી.
  • વાહનની હેડલાઈટ, બ્રેકલાઈટ અને બ્રેક ચાલુ હાલતમાં છે તેની ખાત્રી કરવી અને વાહન પાછળ રીફલેકરટ અવશ્ય લગાવવું.
  • અકસ્માતમાં ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલમાં લઈ જવા મદદરૂપ બનવું.
  • થ્રી વ્હીલ વાહન બરાબર ચલાવતા આવડે પછી ચલાવવુ જોઈએ. વાહન નિયંત્રણમાં રહે તે રીતે ચલાવવુ.
  • થ્રી વ્હીલ વાહન ચલાવતી વખતે વળાંકવાળા રસ્તા ઉપર વાહન ધીમુ કરો અને બ્રેક મારવી નહી.
  • શાળાના બાળકો માટે ફરતી રીક્ષાઓએ ૧૦થી વધુ બાળકો બેસાડવા નહીં.
  • મુસાફર જયારે મુસાફરી પુરી કરીને જાય ત્યારે વાહનમાં કોઈ ચીજવસ્તુ ચેક કરવી અને જે તે મુસાફરને જાણ કરવી. આર.ટી.ઓ. દ્વારા નિયત થયેલ જગ્યાએ વાહનના નંબર નોંધેલા હોય તેની ખાત્રી કરવી.
  • જયારે મુસાફરી ચાલુ હોય અને રસ્તામાં કોઈ મુસાફર હાથ બતાવે તો રસ્તાની સાઈડમાં અડચણ ન પડે તે રીતે વાહન ઉભુ રાખવુ. ચાર રસ્તા પર તેમજ ''રુલ ઓફ રોડ રેગ્યુલેશન'' નો ભંગ ન થાય તેની તકેદારી લેવી.
  • રીક્ષામાં અવશ્ય મીટર રીડર રાખવુ અને તે સંબંધેના ભાવ પત્રક સાથે રાખવું.
  • રીક્ષા ચાલકે પોતાની રીક્ષામાંથી પસેન્‍જર ઉતરી ગયા પછી કોઇ સામાન કે મીલ્‍કત રહી ગઇ હોય તો તે પરત કરી દેવી જોઇએ અથવા નજીકના પોલીસ સ્‍ટેશનમા જમા કરાવવી જોઇએ

 

 


 આપની સેવામાં

પોલીસ સ્ટેશન શોધો
માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
નાગરિકત્‍વ
ભારતીય પાસપોર્ટ

પોલીસ કિલયરન્સ સર્ટિફિકેટ માટેના
હક્ક

વિદેશ જવા માટે "નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ"ના હક્ક
જાણવા જોગ
જાણવા જોગ
આપના પ્ર‍શ્ર્નો � અમારા ઉત્તર
જાહેર માહિતી અધિકારી
પ્રાઈવેટ સિક્યુરિટી એજન્સી લાઈસન્સ બાબત
તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩
 

 સંપર્ક માળખું

  વિગતવાર જુઓ 

  ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 15-06-2015
s