|
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ મેળવવા પાસપોર્ટ અરજદાર પાસપોર્ટ સેવા ઓનલાઇન પોર્ટલ વેબસાઇટ www.passportindia.gov.in ઉપરઓનલાઇન એપ્લીકેશન કરવાની હોય છે. ફીસ પણ ઓનલાઇન ભરવાની હોય છે. ત્યારબાદ પાસપોર્ટ સેવા કેંદ્ર માં થી કોઇપણએક સ્થળની પસંદ કરી જે તારીખ મળે તે મુજબ પોતાની ઓનલાઇન અરજી સબમીટ કરવાની હોય છે અને સબમીશનની જેતારીખ મળેલ હોય તે તારીખ અને સમયે અરજદારે પોતાના ઓરીજનલ અસલ કાગળો સાથે પહોચી જવાનુ હોય છે. અનેઅરજદારની અરજીની પાસપોર્ટ સેવા કેંદ્ર ખાતે સબમીટ થયા બાદ એક ફાઇલ નંબર જનરેટ થશે તે અરજદારને જ્યારે જરૂરપડે ત્યારે તે નંબરથી ટ્રેક કરી તેનુ અપડેટ જોઇ શકશે અને અરજદાર ની અરજી સબમીટ થયા બાદ તે તમામ ફાઇલો એટલે કેઅમદાવાદ શહેર વિસ્તારમાં રહેતા હોય તો તે ફાઇલો પોલીસ કમિશ્નરશ્રીની કચેરી શાહીબાગ અમદાવાદ ખાતે પોલીસવેરીફીકેશન સારુ ઓનલાઇનથી આવતી હોય છે જે ઓનલાઇનથી આવેલ અરજીઓનુ વેરીફીકેશન સારુ પોલીસ કમિશ્નરશ્રીનીકચેરી વિશેષ શાખા પાસપોર્ટ સેક્સનમાંથી અરજદારની રહેઠાણના પોલીસ સ્ટેશન ખાતે અરજીઓનુ ઇ-ગુજ કોપ ઓનલાઇનપોગ્રામ દ્વારા વેરીફીકેશન માટે મોકલી આપવામાં આવે છે. અને પોલીસ સ્ટેશન ખાતેથી સંપુર્ણ વેરીકીશન થયા બાદ સમયમર્યાદામાં પરત પોલીસ કમિશ્નરશ્રીની કચેરી ખાતે ઓનલાઇન મોકલી આવે છે. અને જે પોલીસ સ્ટેશન ખાતેથી આવેલફાઇલોને ચેક કરી એપ્રુવ કરી આર.પી.ઓ કચેરી ખાતે સમય મર્યાદામાં મોકલી આપવામાં આવે છે
(૧) પી.સી.સી ની કામગીરી પણ ઉપર મુજબ કરવામાં આવે છે.
(૨)પી.વી.સી : (પોલીસ વેરીફીકેશન સર્ટી)
પી.વી.સી માટે અરજદાર જરૂરી પુરાવા સાથે સ્થાનીક પોલીસ સ્ટેશન ખાતે અરજી કરે છે. અને તે અરજીની સંપુર્ણ તપાસથઇને અત્રેની કચેરી ખાતે આવ્યા બાદ અરજદાર પી.વી.સી લેવા માટે રૂબરૂ આવેથી તેમનો ઓરીજનલ પાસપોર્ટ તેમજ પોલીસસ્ટેશન થી આવેલ અભિપ્રાય ચેક કરી પાસપોર્ટ સેકશનના પોલીસ ઇન્સ્પેકટર દ્વારા સર્ટી સોમ થી શુક્ર (જાહેર રજા સિવાય)ઇસ્યુ કરવામાં આવે છે.
|
|