હું શોધું છું

હોમ  |

પોલીસ કલ્યાણ
Rating :  Star Star Star Star Star   

 

વેલ્ફેર પ્રવૃત્તિઓની રૂપરેખા

 

 

1)             ગુજરાત પોલીસ નિયમ સંગ્રહ ૧૯૭૫ ભાગ-૧ના નિયમ ૨૫૭(૧) મુજબ નીચે જણાવ્યા મુજબની વિવિધ કલ્યાણકારી પ્રવૃત્તિઓ દરેક જીલ્લા તથા યુનિટમાં હાથ ધરવામાં આવે છે. જેમાં જીલ્લા/એકમના વડાના અધ્યક્ષપણાં હેઠળ સમિતી રચવામાં આવે છે.

(એ)

(૧)      પ્રસુતિ અને બાળ વિકાસ કેન્દ્ર

(૨)      દુધ વિતરણ કેન્દ્ર

(૩)      બાળમંદિર

(૪)      પોલીસ બોયઝ હોસ્ટેલ (વડોદરા ખાતે)

(૫)      રીક્રીએશન સેન્ટર

(૬)      વ્યાજબી ભાવની દુકાન

(૭)      શાકભાજીના બગીચા

(૮)      સીવણ, ગુંથણ અને એંબ્રોયડરીના વર્ગ

(૯)      અંબર ચરખા

(૧૦)    અનાજ દળવાની ઘંટી

(૧૧)    કુટુંબ નિયોજન કેન્દ્ર

(૧૨)    ડીસ્પેન્સરી અને સારવાર કેન્દ્ર

(૧૩)    પુખ્તવય માટે શિક્ષણ ક્લાસ

(૧૪)    ચીલ્ડ્રનપાર્ક

(૧૫)    પોલીસ બોયઝ બેન્ડ

(૧૬)    પોલ્ટ્રીફાર્મ

(૧૭)    સીનેમા શો

(૧૮)    પોલીસ કર્મચારીના સંતાનો માટેના ટ્યુટોરીયલ ક્લાસ

 

(બી)

         

૧)       સિલાઇ મશીન

          સિલાઇ મશીન ખરીદ કરવા માટે જીલ્લા વેલ્ફેર ફંડમાંથી ૧૦% વ્યાજે રૂ.૨૦૦૦/- ની પેશગી મંજુર

          કરવામાં આવે છે.

૨)       મંગળસુત્ર લોન

          પોલીસ કર્મચારીના પુત્રના લગ્ન પ્રસંગે રૂ.૫૦૦૦/- અને પુત્રીના લગ્ન પ્રસંગે

          રૂ.૧૦,૦૦૦/- ની મંગળસુત્ર લોન ૫ ટકાના વ્યાજે મંજુર કરવામાં આવે છે.

૩)       મેડીકલ લોન

પોલીસ અધિકારી/કર્મચારી અને તેના કુટુંબીજનો કે જેઓ સરકારી હોસ્પિટલમાં સારવાર લેનાર હોય તેઓને સરકારી હોસ્પિટલના અધિકૃત તબીબે સારવાર માટે થનાર ખર્ચ પરત્વે આપેલ અંદાજિત રકમ મુજબ મેડીકલ લોન મંજુર કરવામાં આવે છે. સદર લોન પ્રથમ વર્ષ વ્યાજ મુક્ત એક વર્ષ પછી બાકી રહેલ રકમ પર ૫% વ્યાજ બે વર્ષ પછી ૧૦% વ્યાજ લેવાનું ઠરાવેલ છે.

૪)       ચશ્મા સહાય

          પોલીસ અધિકારી/કર્મચારીને નજીકના અથવા દુરના ચશ્મા માટે રૂ.૨૫૦/- અને નજીક અને દુરના ચશ્મા માટે રૂ..૩૫૦/- સહાય પેટે મંજુર કરવામાં આવે છે.

૫)       દાંતના ચોકઠા સહાય

          પોલીસ અધિકારી/કર્મચારીને દાંતના ચોકઠા માટે રૂ.૧૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.

૬)       મોતીયા ઓપરેશન લોન

          પોલીસ કર્મચારી તથા તેના પર આધારિત તેના કુટુંબીજનોને ૧૦% ના વ્યાજે મોતીયા ઓપરેશનની લોન પેટે રૂ.૫૦૦૦/- મંજુર કરવામાં આવે છે.

 

૭)       મરણોત્તર સહાય

પોલીસ અધિકારી/કર્મચારીઓના મૃત્યુ પ્રસંગે તેના પતિ/પત્નિ અથવા આશ્રિતને રૂ.૧૦,૦૦૦/- મરણોત્તર સહાય ચુકવવામાં આવે છે.

૮)       ઇનામ

પોલીસ અધિકારી/કર્મચારીના સંતાનોને નીચે દર્શાવ્યા પ્રમાણેના અભ્યાસક્રમો સામે દર્શાવેલ ટકાવારી મુજબના ગુણ મેળવનારને રૂ.૫૦૧/- અને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી તરફથી પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવે છે.

૧)       ધોરણ-૧૦માં ૭૯.૫% કે તેથી વધુ

          ૨)       ધોરણ-૧૨માં ૭૪.૫% કે તેથી વધુ

૩)       યુનિવર્સીટી કે તેથી આગળના અભ્યાસક્રમ માટે ૫૯.૫% કે તેથી વધુ.

 

૯)       શિષ્યવૃત્તિ અને પુસ્તક સહાય

પોલીસ અધિકારી/કર્મચારીના સંતાનોને નીચે જણાવેલ અભ્યાસક્રમ પેટે જે તે અભ્યાસક્રમ સામે દર્શાવેલ ટકવારી (અગાઉની પરીક્ષામાં મેળવેલ ગુણની ટકાવારી) તેમજ તે સામે દર્શાવ્યા મુજબની રકમ શિષ્યવૃત્તિ અને પુસ્ત્ક સહાય પેટે ચુકવવામાં આવે છે.

 

અ.નં.

ધોરણ

નક્કી કરેલ ટકાવારી

નવી નીતિ મુજબ શિષ્યવૃત્તિ પેટે ચુકવવાપાત્ર ઉચ્ચક રકમ

 

૫ થી ૭                  

૬૦ ટકા

૭૫/-

૮ થી ૧૨                

૬૦ ટકા

૧૫૦/-

૮ થી ૧૦

૬૫ ટકા

૪૫૦/-

 

૧૧                      

૬૫ ટકા

૬૦૦/-

૧૨

૬૫ ટકા

૧૦૦૦/-

મેડીકલ                  

૫૦ ટકા

૩૦૦૦/-

આયુર્વેદ ડીગ્રી કોર્ષ       

૫૦ ટકા

૩૦૦૦/

વેટેનરી અને એનીમલ હસબન્ડરી ડીગ્રી કોર્ષ     

૫૦ ટકા

૩૦૦૦/

એન્જીનીયરીંગ ટેકનોલોજી

૫૦ ટકા

૩૦૦૦/

૧૦

સાયન્સ

૫૦ ટકા

૨૦૦૦/-

૧૧

કોમ્પ્યુટર સાયન્સ

૫૦ ટકા

૨૫૦૦/-

૧૨

કોમર્સ

૫૦ ટકા

૧૧૦૦/-

૧૩

આર્ટસ

૫૦ ટકા

૧૦૦૦/-

૧૪

 

ડિપ્લોમા કોર્ષ ઇન પોલીટેકનીક

૫૦ ટકા

૧૫૦૦/-

૧૫

તમામ પ્રકારના સરકારી ડિપ્લોમા   

૫૦ ટકા

૧૫૦૦/-

૧૬

કાયદો                   

૫૦ ટકા

૧૦૦૦/-

૧૭

બી.એડ.                  

૫૦ ટકા

૧૩૦૦/-

૧૮

ફાર્મસી ડિગ્રી કોર્ષ         

૫૦ ટકા

૧૫૦૦/-

૧૯

જર્નાલીઝમ               

૫૦ ટકા

૧૫૦૦/-

૨૦

આઇ.ટી.આઇ.             

૫૦ ટકા

૮૦૦/-

૨૧

પી.ટી.સી.                 

૫૦ ટકા

૧૦૦૦/-

૨૨

કંપની સેક્રેટરી            

૫૦ ટકા

૧૦૦૦/-

 

૨૩

બેચલર ઓફ બીઝનેસ એડમીનીસ્ટ્રેશન (બી.બી.એ)

૫૦ ટકા

૨૫૦૦/-

૨૪

બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન (બી.સી.એ.) 

૫૦ ટકા

૨૫૦૦/-

૨૫

માસ્ટર ઓફ બીઝનેસ એડમીનીસ્ટ્રેશન (એમ.બી.એ.)             

૫૦ ટકા

૩૦૦૦/-

૨૬

માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન (એમ.સી.એ.)

૫૦ ટકા

૩૦૦૦/-

 

૨)       વેલ્ફેર ફાળો

પોલીસ અધિકારી/કર્મચારી પાસેથી પ્રત્યેક વર્ષના એપ્રીલ માસના પગારમાંથી એક દિવસનો પગાર + મોંઘવારી ભથ્થું + સી.એલ.એ. પ્રમાણે વેલ્ફેર ફાળો કાપી ફંડ એકત્રીત કરવામાં આવે છે. સરકારશ્રીના ગૃહ વિભાગમા તા.૧/૧૦/૨૦૧૨ના હુકમ ક્રમાંક:બજટ/૧૦/૨૦૧૨/૧૩૧૫૯/ટ મુજબ પ્રતિવર્ષ સરકારશ્રી દ્વારા નવી સેવા હેઠળ પોલીસ કર્મચારીગણ તથા તેમના કુટુંબીજનો માટે કલ્યાણ પ્રવૃત્તિઓ હાથ ધરવા પોલીસ વેલફેર ફંડમાં પોલીસ કર્મચારીઓ દ્વારા આપવામાં આવતો નિયત ફાળો અથવા રૂ।.૫ કરોડ એ બેમાંથી જે ઓછું હોય તેટલી રકમનો ઉપાડ કરી મધ્યસ્થ પોલીસ વેલફેર ફંડમાં જમા લેવામાં આવે છે. 

૩)       માનદ વેતન

ગુજરાત પોલીસ નિયમ સંગ્રહ ૧૯૭૫ ભાગ-૧,ના નિયમ ૨૫૬(૧૦) અને નિયમ ૨૫૮ (૨) ની જોગવાઇ મુજબ આ કચેરીના તા.૨૮/૧/૯૮ના હુકમ મુજબ પોલીસ વેલ્ફેર ફંડની કામગીરી કરતા અધિકારી / કર્મચારીને માનદ વેતન લઘુત્તમ રૂ।.૨૦૦/- અને મહત્તમ રૂ।.૩૦૦/- સુધીની મર્યાદામાં જીલ્લા/એકમ ખાતે અને રૂ।.૫૦૦/-ની મર્યાદામાં મધ્યસ્થ વેલ્ફેર ફંડમાંથી પોલીસ મહાનિદેશકની કચેરી ખાતે ચુકવવાનું ઠરાવેલ છે.

૪)       કોમ્યુનીટી હોલ              

          સરકારશ્રીના ગૃહ વિભાગના તા.૩૧/૧/૯૧ના ઠરાવ ક્રમાંક:પીડબલ્યુ/એફ ૧૦૮૯/૩૬૬૧/ટ અન્વયે જીલ્લા/એકમો ખાતે વિવિધ કલ્યાણ પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે કોમ્યુનીટી હોલના બાંધકામ માટે નાણાંકીય ખર્ચની મંજુરી માટે સમિતિ ની રચના કરવામાં આવેલ છે. જે માટે સરકારશ્રી તરફથી અનુદાન ફાળવવામાં આવે છે. આ રીતે ફાળવવામાં આવતા અનુદાનની રકમનો ઉપાડ કરવા માટે આ કચેરીના તા.૨/૧૨/૯૯ ના પત્ર ક્રમાંક : ગ-૨/કલણ/કોમ્યુ.હોલ/૯૯/૩૬૧૭ થી નક્કી કરેલ નીતિ અનુસાર સંબંધકર્તા જીલ્લા/એકમોને રૂ।. ૫.૦૦ લાખ અને રાજ્ય અનામત પોલીસ દળ જુથ ને રૂ।. ૧૦.૦૦ લાખની મર્યાદામાં ફાળવવામાં આવે છે. બાંધકામ માટેનો બાકી રહેતો ખર્ચ સબંધકર્તા જીલ્લા/એકમે તેઓના હસ્તકના વેલ્ફેર ફંડમાંથી ભોગવવાનો રહે છે.

૫)       નાણાંકીય સત્તા

સિલાઇ મશીન લોન, મંગળસુત્ર લોન, ચશ્મા સહાય, દાંતના ચોકઠા સહાય, મોતીયા ઓપરેશન લોન અને મરણોત્તર સહાયની રકમ મંજુર કરવાની સત્તા કચેરીના વડાને અને પોલીસ કમિશ્‍નરની કચેરીના કિસ્સામાં નાયબ પોલીસ કમિશ્‍નરશ્રી (વહીવટ) ને છે.

 

          મેડીકલ લોન મંજુર કરવાની સત્તા

 

અ.નં.      

સત્તા ધરાવનાર અધિકારી    

રકમ         

૧          

પોલીસ અધિકારીશ્રી/સેનાપતિશ્રી/આચાર્યશ્રી     

રૂ।. ૩,૦૦,૦૦૦/-  સુધી

૨          

અધિક પોલીસ મહાનિદેશક/હથિયારી એકમો/તાલીમ/પોલીસ મહાનિરીક્ષકશ્રી/નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી/પોલીસ કમિશ્‍નર/અધિક પોલીસ મહાનિદેશકશ્રી (ઇન્ટે), સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ

રૂ।. ૩,૦૦,૦૦૧/- થી રૂ।. ૫,૦૦,૦૦૦ સુધી

૩          

રૂ।. ૫,૦૦,૦૦૦/- કે તેથી ઉપરની રકમની મેડીકલ લોન મંજુર કરવાની સત્તા પોલીસ મહાનિદેશકશ્રીને છે.

 

 

 

 

 

 

 

                ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સચિવાલય, ગાંધીનગરના તા.૯/૯/૨૦૦૫ના ઠરાવ ક્રમાંક : એમએમજી/૧૦૨૦૦૦/૪૯૩૨/અ મુજબ નીચે જણાવ્યા મુજબની રાજ્યમાં આવેલ હોસ્પિટલોને હ્રદયરોગ માટેની સારવાર કરાવવા માન્યતા આપેલ છે. એટલે કે, ઉક્ત હોસ્પિટલોમાં કરાવેલ સારવાર દરમ્યાન થયેલ ખર્ચમાંથી નક્કી થયેલ રકમ રીએમ્બર્સ થવા પાત્ર છે.

 

          ૧.       રાજસ્થાન હોસ્પિટલ અમદાવાદ.

૨.       ડી.ડી.એમ. ઇન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડીયો વાસ્ક્યુલર સર્જરી, નડીયાદ.

૩.       ક્રિષ્ણા હોસ્પિટલ અમદાવાદ.

૪.       બરોડા હાર્ટ ઇસ્ટીટ્યુટ એન્ડ રીસર્ચ સેન્ટર વડોદરા

૫.       મહાવીર હેલ્થ એન્ડ મેડીકલ સોસાયટી સંચાલીત શ્રી બી.ડી.મહેતા કાર્ડીયાક હોસ્પિટલ સુરત.

          ૬.       મહા ગુજરાત મેડીકલ સોસાયટી સંચાલિત ડી.ઝેડ.પટેલ કાર્ડીયોલોજી સેન્ટર નડીયાદ.

૭.       એસ.એ.સેલ.(સાલ) એન્ડ મેડીકલ ઇન્સ્ટીટ્યુટ અમદાવાદ

૮.       હોપ કાર્ડીયાક કેર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ અમદાવાદ

૯.       સ્ટર્લીંગ હોસ્પિટલ અમદાવાદ

૧૦.      ભાઇલાલ અમીન જનરલ હોસ્પિટલ વડોદરા

૧૧.      ધકાણ હોસ્પિટલ રાજકોટ

૧૨.      ડૉ. જીવરાજ મહેતા સ્મારક હેલ્થ ફાઉન્ડેશન સંચાલિત ડૉ. જીવરાજ મહેતા હોસ્પિટલ અમદાવાદ.

૧૩.      એપોલો ગૃપ સંચાલિત એપોલો હોસ્પિટલ ભાત, ગાંધીનગર.

૧૪.      પ્રશાંત મેડીકલ સર્વિસીજ એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન રાજકોટ સંચાલિત શ્રી સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલ રાજકોટ

૧૫.      બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટીટ્યુટ વડોદરા.

 

અ.નં.      

સારવારનું નામ    

કર્મચારીના રીએમ્બર્સ માટેના સામાન્ય દર.      

૧          

કોરોનરી એન્જીયોગ્રાફી       

રૂ।. ૯,૫૦૦/- (રૂપિયા નવ હજાર પાંચસો)      

૨          

કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફટીંગ (સી.એ.બી.જી.)             

રૂ।. ૬૦,૦૦૦/- (રૂપિયા સાહીઠ હજાર પુરા) રૂ।. ૬,૦૦૦/- ની દવાઓ   

૩          

એન્જીયોલાસ્ટી સીંગલ વેસલ વિધાઉટ સ્ટેન્ટ (પીટીસીએ)             

રૂ।. ૬૦,૦૦૦/- (રૂપિયા સાહીઠ હજાર પુરા) રૂ।. ૧,૦૦૦/- ની દવાઓ   

૪.         

એન્જીયોપ્લાસ્ટી સીંગલ વેસલ વિધાઉટ સ્ટેન્ટ (પીટીસીએ)

રૂ।. ૧,૦૦,૦૦૦/- (રૂપિયા એક લાખ પુરા) (જેમાં સ્ટેન્ટની કિંમત સામેલ છે.) અથવા રૂ।. ૬૦,૦૦૦/- + સ્ટેન્ટની કિંમત (બે સ્ટેન્ટની મર્યાદામાં)      

૫          

એન્જીયોપ્લાસ્ટી ડબલ વેસલ વિધાઉટ સ્ટેન્ટ (પીટીસીએ)

રૂ।. ૮૦,૦૦૦/- (રૂપિયા એંસી હજાર પુરા)       

૬          

એન્જીયોપ્લાસ્ટી સીંગલ વેસલ વિથ સ્ટેન્ટ (પીટીસીએ)

રૂ।. ૧,૨૫,૦૦૦/- થી રૂ।. ૧,૫૦,૦૦૦/- (રૂપિયા એક લાખ પચ્ચીસ હજારથી રૂપિયા એક લાખ પચ્ચાસ હજાર પુરા) (જેમાં સ્ટેન્ટની કિંમત સામેલ છે.) અથવા રૂ।. ૬૦,૦૦૦/- (રૂપિયા સાહીઠ હજાર પુરા) + સ્ટેન્ટની કિંમત (બે સ્ટેન્ટની મર્યાદામાં)    

૭.         

આર્ટીયલ સેપ્ટલ ડીફેક્ટ (એએસડી)   

રૂ।. ૩૫,૦૦૦/- (રૂપિયા પાંત્રીસ હજાર પુરા)              

૮          

વર્ટીક્યુલર સેપ્ટલ ડીફેક્ટ (વીએસડી)  

રૂ।. ૪૭,૦૦૦/- (રૂપિયા સુડતાલીસ હજાર પુરા) 

૯          

પેટન્ટ ડલ્ટસ આર્ટીરોસસ (પીડીએ)    

રૂ।. ૫,૦૦૦/- (રૂપિયા પાંચ હજાર)    

૧૦        

મીટરલ વાલ્વ રીપ્લેશમેન્ટ (એમ.વી.આર.)      

રૂ।. ૫૦,૦૦૦/- (રૂપિયા પચ્ચાસ હજાર પુરા) + વાલ્વની કિંમત        

૧૧        

એરોટીક વાલ્વ રીપ્લેશમેન્ટ *(એ.વી.આર.)

રૂ।. ૫૦,૦૦૦/- (રૂપિયા પચ્ચાસ હજાર પુરા) + વાલ્વની કિંમત

૧૨        

ડબલ વાલ્વ રીપ્લેશમેન્ટ    

રૂ।. ૫૫,૦૦૦/- (રૂપિયા પચ્ચાવનસ હજાર પુરા) + વાલ્વની કિંમત

૧૩        

વાલ્વોપ્લાસ્ટી મીટરલ (બીએમવી) અરોટીક (બીએવી)             

રૂ।. ૬૦,૦૦૦/- (રૂપિયા સાઇઠ હજાર પુરા) રૂ।. ૩૦,૦૦૦/- (રૂપિયા ત્રીસ હજાર પુરા)    

૧૪        

રી-સી.એ.બી.જી.   

રૂ।. ૯૦,૦૦૦/- (રૂપિયા નેવુ હજાર પુરા)        

૧૫        

પેરીફેરીયલ એન્જીયોગ્રાફી

રૂ।. ૯૧,૦૦/- (રૂપિયા નવ હજાર એકસો પુરા)  

૧૬        

પેરીફેરીયલ એન્જીયોપ્લાસ્ટી

રૂ।. ૫૫,૦૦૦/- (રૂપિયા પંચ્ચાવન હજાર પુરા)  

૧૭        

પરમેનન્ટ પેશમેકર

રૂ।. ૯,૦૦૦/- (રૂપિયા નવ હજાર પુરા) + પેશમેકરની કિંમત

૧૮        

ઇલેક્ટ્રો ફીહીયોલોજી સ્ટડી ડાયગ્નોસ્ટીક

રૂ।. ૧૭,૫૦૦/- (રૂપિયા સત્તર હજાર પાંચસો પુરા)

૧૯        

ઇલેક્ટ્રો ફીઝીયોલોજી સ્ટડી થેરાપેટીક

રૂ।. ૩૦,૦૦૦/- (રૂપિયા ત્રીસ હજાર પુરા)

 

     પોલીસ વેલ્ફેર ફંડમાંથી નીચે જણાવેલ અધિકારીઓના હોદ્દા સામે દર્શાવેલ રકમ મુજબ સાધનો માટેનો ખર્ચ મંજુર કરવા નાણાંકીય સત્તા આપવામાં આવેલ છે.

         

અ.નં.       

સત્તા ધરાવનાર અધિકારી    

રકમ

૧       

પોલીસ અધિક્ષકશ્રી/સેનાપતિશ્રી/આચાર્યશ્રી     

રૂ।. ૨૦,૦૦૦/-   

૨       

પોલીસ  કમિશ્‍નરશ્રી/ પોલીસ મહાનિરીક્ષકશ્રી / વિભાગીય પોલીસ વડા/ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી        

રૂ।. ૩૦,૦૦૦/-   

૩       

વિશેષ મુખ્ય પોલીસ અધિકારી (કા. અને વ્યવસ્થા)

રૂ।. ૫૦,૦૦૦/-

 

નોંધ :-

          ઉપરોક્ત મર્યાદાથી વધુ કિંમતના સાધનોની ખરીદી અંગેના ખર્ચ માટે પોલીસ મહાનિદેશકશ્રીની અગાઉથી પરવાનગી મેળવી ખરીદ કરવાના રહેશે.

૬)       વેલ્ફેર ફંડનો હિસાબ :-

                ૧)       જીલ્લા / યુનિટ હસ્તકનો વેલ્ફેર ફંડના હિસાબો સબંધિત જીલ્લા / યુનિટની કચેરી ખાતે નિભાવવામાં આવે છે.

          ૨)       મધ્યસ્થ પોલીસ વેલ્ફેર ફંડના હિસાબો અત્રેની કચેરી ખાતે નિભાવવામાં આવે છે. જે માટે પોલીસ મહાનિદેશકશ્રીના

                   અધ્યક્ષપણા હેઠળ રચવામાં આવેલ સમિતિ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

૭)       વેલ્ફેર ફંડનું ઓડીટ  :-          

                ૧)       સબંધકર્તા જીલ્લા/એકમ ખાતેના વેલ્ફેર ફંડના હિસાબોનું જીલ્લા સહાયક નિરીક્ષક, સ્થાનિક હિસાબ ભંડોળ કચેરી

                   દ્વારા વાર્ષિક ઓડીટ કરવામાં આવે છે.

          ૨)       મધ્યસ્થ પોલીસ વેલ્ફેર ફંડના હિસાબોનું વાર્ષિક હિસાબોનું વાર્ષિક ઓડીટ ચાર્ટડ એકાઉન્ટન્ટ પાસે કરાવવામાં આવે

                   છે.

૮)       ગુજરાત રાજ્ય પોલીસ અધિકારી / કર્મચારી અકસ્માત જુથ વિમા યોજના :-

  સરકારશ્રીના ગૃહ વિભાગના તા.૧૦/૬/૯૬ના ઠરાવ ક્રમાંક :  એ.આઇ.એસ. / ૧૦૯૧-જીઓઆઇ/૩૬૫/ટ થી ગુજરાત રાજ્યના પોલીસ અધિકારીઓ / કર્મચારીઓ માટેની અકસ્માત જુથ વિમા યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના પરત્વે વિમાના વળતર માટે પ્રિમીયમ પેટેની રકમનો તમામ ખર્ચ સરકારશ્રી તરફથી ભરાપાઇ કરવામાં આવે છે. સરકારશ્રીના નાણાં વિભાગના તા.૨૫/૬/૦૭ના ઠરાવ ક્ર્માંક:જવય-૧૦૦૪-૬૮૧(૨૧)-ઝ અન્વયે “ગુજરાત સામૂહિક જુથ(જનતા) અકસ્માત વિમા યોજના” અમલમાં આવેલ છે. તેમજ ગુજરાત સરકારશ્રીના નાણાં વિભાગનો તા.૧/૪/૨૦૧૩ ના ઠરાવ ક્ર્માંક: જવય/૧૦૨૦૧૧-ઓ-૩૦૮(IWDMS No.186826)-ન જે અન્વયે તા.૧/૪/૨૦૧૫ થી તા.૩૧/૩/૨૦૧૬ સુધી રીન્યુ કરાવવામાં આવેલ છે. જે મુજબ નીચે જણાવ્યા મુજબની રકમ વળતર પેટે વિમા કંપની તરફથી મંજુર કરવામાં આવે છે.      

અ.નં.

સંવર્ગનું નામ

વીમા વળતરની રકમ

 

ના.પો.અધિ. અને તેથી ઉપરની કક્ષાના તમામ અધિકારી

રૂ।. ૫ લાખ

 

પો.ઇન્સ. / પો.સ.ઇ.

રૂ।. ૫ લાખ

 

એ.એસ.આઇ./હેકો/પોકો/લોકરક્ષક દળ

રૂ।. ૪ લાખ

 

બોમ્બ સ્કવોર્ડ/કમાન્ડો ફોર્સ યુનિટ ૧-૨ યુનિટ / એ.ટી.એસ./ સી.એમ.સીક્યુરીટી સ્ટાફ   

         

રૂ।. ૧૫ લાખ

 

પી.એસ.ઓ. સ્ટાફ સલામતી શાખા

રૂ।. ૫ લાખ

 

 

 

૯)       હેલ્થ ચેક-અપ :-

               

પોલીસ વેલ્ફેરના ભાગરૂપે પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ તથા તેમના કુટુંબના સભ્યોની તા.૧/૧૦/૦૪ થી મેડીકલ હેલ્થ ચેક-અપની શરૂઆત કરવામાં આવી છે.

રાજ્યના તમામ જીલ્લા/યુનિટોમાં એકસુત્રતા જળવાય તે હેતુથી અત્રેથી કાર્ડ પુરા પાડવામાં આવેલ છે. જે નીચે જણાવ્યા પ્રમાણેની વિગતે છપાવીને વહેંચવામાં આવેલ છે.

 

૧)       અધિકારીઓ/કર્મચારીઓ માટે                             ૬૦,૦૦૦/-

          ( લાલ રંગ )

૨)       પાંચ વર્ષ ઉપરથી ઉંમરના કુટુંબના સભ્યો માટે             ૧,૮૦,૦૦૦/-

          ( વાદળી રંગ )

૩)       પાંચ વર્ષ સુધીના બાળકો માટે                             ૧,૨૦,૦૦૦/-

          ( પીળો રંગ )

 

તમામ પોલીસ અધિકારીઓ/કર્મચારીઓનું દર બે વર્ષે તેમજ તેમના કુટુંબના સભ્યોનું દર ચાર વર્ષે મેડીકલ હેલ્થ ચેક-અપ કરવાનું નક્કી કરવામાં આવેલ છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

સી-૨/પોલીસ ક્લ્યાણ/૨૨-૬-૨૦૧૧

 


 આપની સેવામાં

પોલીસ સ્ટેશન શોધો
માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
નાગરિકત્‍વ
ભારતીય પાસપોર્ટ

પોલીસ કિલયરન્સ સર્ટિફિકેટ માટેના
હક્ક

વિદેશ જવા માટે "નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ"ના હક્ક
જાણવા જોગ
જાણવા જોગ
આપના પ્ર‍શ્ર્નો � અમારા ઉત્તર
જાહેર માહિતી અધિકારી
પ્રાઈવેટ સિક્યુરિટી એજન્સી લાઈસન્સ બાબત
તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩
 

 સંપર્ક માળખું

  વિગતવાર જુઓ 

  ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 11-02-2016
s